गुजरात

ઐતિહાસિક વારસાની જતન કરવાની જગ્યાએ આમોદનો જર્જરીત ટાવર ઉતારી લેવાની આમોદ પાલિકાએ દાતા પરિવારને નોટીસ મોકલતા નગરજનોમાં નારાજગી.

આમોદના વેપારીએ સ્વખર્ચે ઐતિહાસિક ટાવર બનાવી નગરને અર્પણ કર્યા હતો.

આમોદ

રિપોર્ટર – જાવીદ મલેક

આમોદના મુખ્ય બજારમાં આમોદની શાન ગણાતો ઐતિહાસિક ટાવર આવેલો છે. જે આમોદના વેપારી મહાસુખભાઈ જમનાદાસ શાહે પોતાના ખર્ચે આ ટાવર બનાવી આમોદ ગ્રામજનોને જે તે સમયે અર્પણ કર્યા હતો. પરંતુ આ ઐતિહાસિક ટાવરની આમોદ પાલિકાએ યોગ્ય દેખરેખ કે સારસંભાળ ના રાખતા જર્જરીત થઈ ગયો હતો. તેમજ લોકડાઉન વખતે ટાવર ઉપર લગાડેલ ગ્રેનાઈટ પથ્થર તૂટી ગયો હતો. સદનસીબે લોકડાઉનને કારણે મુખ્ય બજારમાં અવરજવર ના હોવાથી મોટી જાનહાની અટકી હતી. ત્યાર બાદ આમોદ પાલિકાએ તાબડતોડ અન્ય હલી ગયેલા તેમજ પોલા થઈ ગયેલા ગ્રેનાઈટ પથ્થર ઉતારી લીધા હતા. જે કામગીરીમાં રોડ તોડવાના કટરનો પણ ઉપયોગ કરવામાં આવતા ટાવરને વધુ નુકશાન કરવામાં આવ્યું હતું. જેથી ટાવરના સળીયા પણ દેખાતા થઈ ગયા હતા.જેથી પોતાનું પાપ છુપાવવા આમોદ પાલિકાએ ટાવરના દાતા પરિવારને ટાવર ઉતારી લેવાની નોટીસ ફટકારતા દાતા પરિવારમાં નારાજગી જોવા મળી હતી. એક બાજુ પોતાનો ઐતિહાસિક વારસો જાળવવા પાછળ લોકો લાખો રૂપિયા ખર્ચ કરતા હોય છે ત્યારે આમોદ પાલિકા ઐતિહાસિક વારસાનું જતન કરવાની જગ્યાએ તેને નષ્ટ કરવાનું વિચારી આયોજન કરતા આમોદ નગરજનોમાં નારાજગી જોવાં મળી રહી છે. ગાંડી સાસરે ના જાય અને ડાહીને શિખામણ આપે જેવો આમોદ નગરપાલિકાનો ઘાટ. આમોદ શહેર માં આવેલ નાગ રાના ડેરા તેમજ વાવ માં નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરેલ છે તો ટાવર આમોદ મેનબઝાર મા આવેલ મધ્ય માં આમોદ શહેર નું નાક સમાન છે તો પછી તેના માટે આમોદ નગરપાલિકા થી કેમ રૂપિયા નહિ ખર્ચા તા અને 10 વર્ષ માં 1 વાર ખર્ચ્યા તો કેમ 15 થી 20 ટકા કામ કરીને આ ટાવર નું કામ કેમ અધુરુ મુકી દીધું તેવું આમોદ માં લોકમુખે ચર્ચા નો વિસય બની ગયો છે.આમોદ પાલિકાએ તાજેતરમાં જ રીક્ષા ફેરવીને તેમજ સમાચાર માધ્યમોમાં જાહેરાત આપીને સંભવિત વાવાઝોડા તેમજ વરસાદની આગાહીને પગલે નગરજનોને પોતાના જર્જરીત ઇમારતો કે મકાનો ઉતારી લેવા માટે જાહેરાત કરી હતી.પરંતુ આમોદ પાલિકાએ જર્જરીત બનેલા ઐતિહાસિક વારસા સમાન ટાવરની મરામત કરવાને બદલે તેને ઉતારવાની દાતા પરિવારને નોટીસ મોકલી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદના ઐતિહાસિક વારસા સમાન ટાવરના રીનોવેશન માટે આમોદ પાલિકાએ પાંચ લાખની ફાળવણી કરી હતી. પરંતુ આમોદ પાલિકાના જડ બુદ્ધિના શાસકો તેનો ખર્ચ પણ કરી શક્યા નથી અને પાંચ લાખમાંથી ટાવર પાછળ માત્ર ૧.૬૦ લાખનો ખર્ચ કર્યો હતો જ્યારે બીજા ૩.૪૦ લાખ આમોદપાલિકાના શાસકોએ અન્ય ખર્ચમાં વાપરી નાખી ઐતિહાસિક વારસા સમાન ગણાતા ટાવરને જે તે અવસ્થામાં છોડી દીધો હતો.

Related Articles

Back to top button